સોમવાર, 22 જુલાઈ, 2013

સરકારની નવી પોલીસીઃશાળાઓના પરિણામ આધારિત ગ્રાન્ટ મળશે (patelyesh.blogspot.com)
રાજ્યના શિક્ષણખાતાએ હવે કાર્યક્ષમતા આધારિત ગ્રાન્ટનીતિ અપનાવી હોય તેમ ગ્રાન્ટની ચૂકવણીને બોર્ડના પરીણામ સાથે સાંકળી લીધી છે એટલું જ નહીં, નબળા પરીણામ માટે જે તે શાળાના આચાર્ય અને જે તે વિષયના શિક્ષકને જવાબદાર ગણી ઈજાફો કાપી લેવા સુધીના શિક્ષાત્મક પગલાં લેવાની જાહેરાત કરી છે.રાજ્યની ગ્રાન્ટેબલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ગ્રાન્ટમાં સરકારે વધારો કરી આપ્યો છે. જે અનુસાર હવે લઘુત્તમ ૫ વર્ગ ધરાવતી શાળાને પ્રતિમાસ પ્રતિવર્ગ રૃા.૨૪૦૦/- સુધીની ગ્રાન્ટ ચૂકવાશે ૬ થી ૩૦ વર્ગ ધરાવતી શાળાને રૃા.૨૦૦૦/- અને ૩૦ થી વધુ વર્ગ ધરાવતી શાળાને દર મહિને વર્ગદીઠ રૃા.૧૪૦૦/- ચૂકવાશે.આમ સરકારે વધતી મોંઘવારી અને વધતા ખર્ચ સામે ગ્રાન્ટેબલ શાળાઓને આર્થિક સુરક્ષા પૂરી પાડી છે.પરંતુ સરકારે ગ્રાન્ટની ચૂકવણીને બોર્ડના પરીણામ સામે સીધી જોડી દીધો એટકે કે દસમા કે બારમા ધોરણના પરીણામોને આધારે જે તે ટકાવારી ગ્રાન્ટ ચૂકવાશે.
અત્યાર સુધી દરેક શાળા પોતાનું પરિણામ ૩૦ ટકાથી નીચે ન આવે તેવા પ્રયત્નોમાં રહેતી. તેનાથી થોડુ વધુ પરિણામ મેળવી પુરો ગ્રાન્ટલાભ મેળવતી હતી. હવે શાળાને તેના પરિણામના જે તે સ્લેબને આધારે ગ્રાન્ટ ચૂકવાશે. આ ઉપરાંત જે શાળાનું પરિણામ કે કોઇએક વિષયનું પરિણામ સતત ત્રણ વર્ષ ૩૦ ટકા કરતાં ઓછું આવતું હોય તે શાળાના આચાર્યનું ચોથા વર્ષનું ઇન્ક્રીમેન્ટ ભવિષ્યને અસર ન કરે તે રીતે કાપી લેવાશે તેવી જ રીતે જે તે વિષય શિક્ષકને પણ શિક્ષા થશે.

 ધોરણ -૧૦ ના પરિણામ ના ટકા પ્રમાણે ગ્રાન્ટ ચૂકવવી 

  શહેરી/ગ્રામ વિસ્તાર
પછાત વિસ્તાર
મળવા પાત્ર ગ્રાન્ટ
1
 થી 30 % સુધી
 થી  20 % સુધી
00 %
2
30  થી  40 % સુધી
20  થી  30 % સુધી
25%
3
40  થી  50 % સુધી
30  થી  40 % સુધી
50%
4
50  થી  70 % સુધી
40  થી  60 % સુધી
75%
5
70  ટકા થી વધુ
60  ટકા થી વધુ
100%
  
 ધોરણ -૧૨  ના પરિણામ ના ટકા પ્રમાણે ગ્રાન્ટ ચૂકવવી 

  શહેરી/ગ્રામ વિસ્તાર
પછાત વિસ્તાર
મળવા પાત્ર ગ્રાન્ટ
1
 થી 30 % સુધી
 થી  20 % સુધી
00 %
2
30  થી 50 % સુધી
20  થી  40 % સુધી
25%
3
50  થી  60 % સુધી
40  થી  50 % સુધી
50%
4
60  થી  70 % સુધી
50  થી  60 % સુધી
75%
5
70  ટકા થી વધુ
60  ટકા થી વધુ
100%
  
 ધોરણ -૧૨ સાયન્સ  ના પરિણામ ના ટકા પ્રમાણે ગ્રાન્ટ ચૂકવવી 

  શહેરી /ગ્રામ વિસ્તાર
પછાત વિસ્તાર
મળવા પાત્ર ગ્રાન્ટ
1
 થી  30 % સુધી
 થી  20 % સુધી
00 %
2
30  થી  50 % સુધી
20  થી  40 % સુધી
25%
3
50  થી  60 % સુધી
40  થી  50 % સુધી
75%
4
 60 % ટકા થી ઉપર
50 % થી ઉપર
100 %
  
પછાત વિસ્તાર ની શાળાઓ માટે અલગ વર્ગીકરણ
[૧] ધોરણ -૧૦ કે ૧૨ની  બોર્ડમાં પરીક્ષા માં બેઠેલા વિદ્યાર્થી માં અનુસુચિત જાતિ .અનુસુચિત 
જન જાતિ. બક્ષી પંચ .સા .શે .પછાત  જાતિ ના વિદ્યાર્થી ની સંખ્યા ૫૦ ટકા કરતા વધારે હોય તેવી શાળાઓ
[૨] કોલગી સમિતિ એ સુચવેલા  ૫૬ અતિ પછાત તાલુકા ની શાળાઓ
[૩] આદિ જાતિ વિકાસ કાર્યક્રમ હેઠળ સમાવાયેલી  તાલુકાની  શાળાઓ
[૪] સાગરખેડૂ યોજના હેઠળ આવરી લેવાયેલા તાલુકા ની શાળાઓ