મંગળવાર, 28 ઑક્ટોબર, 2014

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલના નેતૃત્વમાં સંઘના હોદ્દેદ્દારો માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી, શ્રી સૌરભભાઈ પટેલ, શ્રી નીતિનભાઈ પટેલ, શ્રી રમણલાલ વોરાની નૂતન વર્ષે તા.૨૮/૧૦/૨૦૧૪ના રોજ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. જેમાં મહામંડળ દ્વારા ૧૦૦ કલાક શ્રમદાન તેમજ સ્વચ્છતા અભિયાનના ઠરાવ શ્રી પંકજભાઈએ મંત્રીશ્રીને સુપ્રત કર્યા હતા.
     તદુપરાંત તા. ૩૧/૧૦/૨૦૧૪ના રોજ યોજાનાર 'રન ફોર યુનીટી' તેમજ તા. ૨૦, ૨૧, ૨૨ નવેમ્બરના ગુણવતા સુધારણા કાર્યક્રમમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ઉત્સાહપૂર્વક સહભાગી બનશે તેવી ખાતરી શ્રી પંકજભાઈ પટેલે મંત્રીશ્રીને આપી હતી.
     એન્ટ્રી લેવલ પે સ્કેલ તેમજ ૨૦ વર્ષે ઉદ્યોગ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ આપવા અંગે શ્રી પંકજભાઈ પટેલે મંત્રીશ્રીને ભારપૂર્વક રજૂઆત કરી હતી. આ પ્રશ્નોના ૧૫ દિવસમાં ઉકેલ લાવવા મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.
     શ્રી સૌરભભાઈ પટેલ અને શ્રી નીતિનભાઈ પટેલની મુલાકાતમાં પણ શ્રી પંકજભાઈ પટેલે આ પ્રશ્નો અંગે રજૂઆત કરતા તેમણે પણ આ પ્રશ્નોના ઝડપી નિકાલ અંગે ઘટતું કરવા જણાવેલ છે.
 શ્રી પંકજભાઈ પટેલ
   પ્રમુખશ્રી
   ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ