મંગળવાર, 13 ઑગસ્ટ, 2013

ફિક્સ પગારના કર્મચારીઓ અંગે સુપ્રિમ કોર્ટના કેસમાં તા. ૨૧/૦૮/૨૦૧૩ બુધવારની મુદત પડેલ છે.

આજની કોર્ટ કાર્યવાહીમાં આપણા કેસનો ક્રમાંક ૬૮ મો હતો. પરંતુ સાંજ સુધીની કાર્યવાહીમાં ૬૪ ક્રમાંક સુધી જ કાર્યવાહી થતા આપણા કેસની કાર્યવાહી થઈ ના શકી મહત્વની વાત તો એ છે કે, આ મેટરને બોર્ડ પર રખાય તે પૂર્વે જ ગુજરાત સરકાર વતી સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. અને સરકારે વધુ બે મહિનાના સમયની માગ કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે વધુ સમય આપવાનો ગુજરાત સરકારને સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ આ મેટરને સુપ્રીમ કોર્ટના બોર્ડ પર રખાઈ હતી. જો કે, આ અરજીની સુનાવણી હાથ ધરાઈ તે પહેલા જ કોર્ટના કામકાજના કલાકો પૂર્ણ થઈ ગયા હતાં. સુપ્રીમ કોર્ટના બોર્ડમાં આજે ફિક્સ પગારની અરજી 13મા નંબરે ચાલનારી હતી. જો કે કોર્ટના નિયત સમય સુધીમાં નવ અરજીની સુનાવણી જ શકય બની હતી. હવે આ કેસમાં 21મી તારીખે નિર્ણય આવી જાય તે લગભગ નિશ્ચિત જણાય છે.


શ્રીમાન જેઠાભાઇ દેસાઇ સમ્પર્ક ૯૪૨૭૬૩૩૮૪૩               સન્દર્ભ :- તા.૦૮-૦૮-૨૦૧૩ સાંજ સમાચાર